મહારાષ્ટ્રના જલગાંવના અમલનેરામાં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. મારામારી અને પથ્થરમારાની ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી પરંતુ ઉપદ્રવીઓ વધુ ઉગ્ર બની ગયા હતા. તેઓએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસની અનેક ટીમો શહેરના માર્ગો પર પેટ્રોલિંગ કરી રહી છે. ADG સૂત્રોના જણાવ્યા પ્રમાણે હિંસામાં 4 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.