અસ્મિતા પર્વમાં ગુજરાતી ગઝલના ગઢ ‘’બેફામ’’, ‘’શૂન્ય’’, અને ‘’મરીઝ’’ની ગઝલોનો આસ્વાદ કરાવાયો. અંકિત ત્રિવેદીએ કહ્યું કે, બેફામ એ તડપનો તહેવાર ઉજવવા આવેલો શાયર હતો. તો રઈશ મનીઆરે કહ્યું કે તેમની શાયરીઓમાં જીવનના દર્દો અને સંવેદનાઓ છે. તો જલન માતરી શ્રોતાઓને મરીઝયુગમાં લઈ ગયા અને મરીઝને વિચારપ્રધાન ગઝલોના શાયર ગણાવ્યા.