રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાઇલટે દિલ્હીમાં એક પ્રેસકોન્ફરન્સ કરીને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું. પાઇલટે કહ્યું કે મેહુલ ચોકસીની કંપની ગીતાંજલિ જેમ્સે લિમિટેડે રિટેનરશિપ તરીકે રૂ. ૨૪ લાખની રકમની ચુકવણી નાણામંત્રી જેટલીની પુત્રીની સોનાલી જેટલીને કરી હતી. સાથે કોંગ્રેસે કહ્યું કે મોદી સરકાર જનતાની મહેનતની કમાણીની રક્ષક નથી પરંતુ બેન્ક કૌભાંડો આચરનાર ફુલેકાબાજોને ભગાડવામાં મદદ કરનાર ટ્રાવેલ એજન્સી બની છે. ભાજપ વડા પ્રધાન કાર્યાલય, નાણામંત્રાલય અને કોર્પોરેટ મંત્રાલય, ઈડી, સેબી અને મહારાષ્ટ્ર-ગુજરાતની ભાજપ સરકારોને આ કૌભાંડની જાણકારી હતી તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે નાણામંત્રી જેટલીની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું હતું. જેટલીની પુત્રી અને જમાઈ જયેશની કંપનીએ ચોક્સી પાસેથી ૨૪ લાખ લીધા હતા.