વિદેશ મંત્રી જયશંકરે ફરી એકવાર આતંકવાદના મુદ્દે ચીન અને પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. ચીનનું નામ લીધા વિના તેમણે કહ્યું કે આતંકવાદીઓને બ્લેકલિસ્ટ કરવાના પુરાવા આધારિત પ્રસ્તાવને પૂરતા કારણો આપ્યા વિના અટકાવી દેવામાં આવે છે. પાકિસ્તાનના સંદર્ભમાં કહ્યું કે આતંકવાદનું સમકાલીન કેન્દ્ર ખૂબ જ સભાન અને સક્રિય છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠકમાં તેમણે કહ્યું કે આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરો છે. તે કોઈ સીમાઓ, રાષ્ટ્રીયતા કે જાતિ જાણતો નથી.