અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિકેન શુક્રવારે વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરને મળ્યા હતા અને બંને દેશો વચ્ચે યોજાનારી '૨ + ૨' મંત્રણા પૂર્વે વૈશ્વિક પરિસ્થિતિની ચર્ચા કરી હતી. જેમાં મધ્ય પૂર્વની પરિસ્થિતિ મુખ્ય મુદ્દો બની રહી.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેદ્ર મોદીએ અમેરિકાની જુનમાં લીધેલી મુલાકાત અને તે પછી અમેરિકાના પ્રમુખ જો બાયડેેન સપ્ટેમ્બરમાં લીધેલી ભારતની મુલાકાતના સંદર્ભમા બંને વિદેશ-મંત્રીઓની મંત્રણાનું મહત્વ ઘણું વધી રહ્યું છે.