જૈન મુનિ અને રાષ્ટ્ર સંત તરુણ સાગરજી મહારાજનું આજે વહેલી સવારે નિધન થયું છે. શનિવારે વહેલી સવારે 3.18 વાગ્યે દિલ્હીમાં સમાધિમરણ થયું. તેઓ થોડા સમયથી બીમાર હતા. તેમણે સંથારાનો નિર્ણય લીધો હતો અને આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કારની વિધિ આજે શનિવારે બપોરે 3 વાગ્યે દિલ્હી-મેરઠ હાઈવે પર આવેલા તરુણસાગરમ તીર્થ પર થશે. તેમની અંતિમ યાત્રા દિલ્હીના રાધેરપરથી શરૂ થઈને 28 કિમી દૂર તરુણસાગરમ સુધી થશે. જૈન મુનિશ્રી તરુણ સાગર મહારાજ સાહેબના કાળ ધર્મ પામવાના સમાચારથી દેશભરમાં શોકની લાગણી છવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તરુણ સાગર મહારાજ સાહેબને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને જણાવ્યુ છે કે મુનિ તરુણ સાગરજી મહારાજના કાળધર્મ પામવાથી ઘેરા દુખની લાગણી થઈ છે. આપણે તેમને તેમના ઉચ્ચ આદર્શો, કરુણા અને સમાજમાં યોગદાન માટે હંમેશા યાદ રાખીશું.