કર્ણાટકના બેલગામ જિલ્લામાં જૈન સાધુની હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મુનિ કામકુમાર નંદી મહારાજ બુધવારથી ગુમ હતા. ગુરુવારે જ ભક્તોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ કિસ્સો જિલ્લાના ચિક્કોડી વિસ્તારનો છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને શંકાસ્પદની પૂછપરછ કરી. તેણે જૈન સાધુની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું કે આ કેસમાં અન્ય એક વ્યક્તિ સામેલ છે. પોલીસે બંનેની ધરપકડ કરી છે.