મહાઠગ સુકેશ ચંદ્રશેખર બાલાસોરમાં થયેલા ગમખ્વાર રેલ્વે અકસ્માતના પીડિતોને ૧૦ કરોડ રુપિયાનું દાન કરવા ઇચ્છે છે. ગત અઠવાડિયે ઓડિશામાં બાલાસોર ખાતે થયેલા એક ભયાનક ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં કમસેકમ ૨૮૮ લોકોના મોત થયા હતા જયારે ૧૨૦૦થી વધુ ઘાયલ થયા હતા. પ્રાપ્ત સમાચાર મુજબ મહાઠગ સુકેશએ કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટેનું દાન સ્વીકારવા માટે અનુમતિ માંગી હતી.