ટીબીની માહિતી નહીં આપનારા તબીબો સામે કડક પગલાં લેવાની જાહેરાત કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. હવેથી ટીબીના દર્દીઓની માહિતી આરોગ્ય વિભાગને નહીં આપનારા તબીબો, આરોગ્ય કર્મચારીઓ અને ફાર્માસિસ્ટોને બે વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે. ટીબીની માહિતી નહીં આપવા બદલ આઈપીસીની કલમ 269 અને 270 હેઠળ પગલાં લેવામાં આવશે.