પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે. ધનખડને કુલ ૭૨૫માંથી ૫૨૮ મત મળ્યા હતા. તેઓએ ૩૪૬ મતોથી વિપક્ષના ઉમેદવાર માર્ગરેટ અલ્વાને હરાવ્યા હતા. લોકસભા મહાસચિવ ઉત્પલ કે સિંહે ચૂંટણીના પરીણામોની જાણકારી આપતા કહ્યું હતું કે માર્ગરેટ અલ્વાને આ ચૂંટણીમાં ૧૮૨ મત મળ્યા હતા. જ્યારે ધનખડને ૫૨૮ મત મળ્યા હતા. જ્યારે ૧૫ મતોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ધનખડની જીતની જાહેરાત બાદ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉપરાષ્ટ્રપતિ પદે જીત બદલ જગદીપ ધનખડને તેમના નિવાસ સ્થાને જઇને શુભેચ્છા પાઠવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ જગદીપ ધનખડને મુલાકાત લઇને શુભેચ્છા આપી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ધનખડને શુભેચ્છા પાઠવી હતી.