અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાંદલોડિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે દ્વારા નવનિર્મિત જગતપુર રેલવે ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે અમદાવાદમાં ન્યુ રાણીપ વિસ્તારમાં ગાર્ડનનું લોકાર્પણ કર્યું હતું. આ તમામ કાર્યક્રમો બાદ અમિત શાહ એક જાહેર સભાને પણ સંબોધન કરશે.આજ રોજ ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં 195 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.