રથયાત્રામાં પહિંદવિધિનું અનેરું મહત્વન છે. રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે. તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે. ગત વર્ષે પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી હતી. જ્યારે કે એ પહેલા તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી હતી