બોલીવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝ આજે સવારે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા સમક્ષ હાજર થતાં આખો દિવસ તેના પર સવાલોની ઝડી વરસાવાઈ હતી. મોટાભાગના સવાલો તેના અને સુકેશ ચન્દ્રશેખરના સંબંધોને લગતા હતા. તેના જવાબોની સમીક્ષા બાદ હવે તેને ફરીથી પૂછપરછ માટે બોલાવવી કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. ૨૦૦ કરોડથી વધુના ખંડણી કેસમાં જેક્લિનને ઈડી દ્વારા સહ આરોપી તરીકે દર્શાવવામાં આવી છે.
આ પૂછપરછમાં સુકેશની સહયોગી પિંકી ઈરાનીએ પોલીસને સ્પષ્ટ જણાવ્યું હતું કે જેક્લિનને સુકેશ ખંડણી ઉઘરાવતો હોવાની પૂરેપૂરી જાણ હતી આમ છતાં તેણે તેની પાસેથી ભેટો સ્વીકારી હતી. જોકે, જેક્લિને આ આરોપો ફગાવ્યા હતા.