અલીબાબાની માલિકીની ફિનટેક કંપની એન્ટ જૂથના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ(આઈપીઓ)ને પ્રથમ દિવસે અસાધારણ પ્રતિસાદ મળ્યો છે. ઇન્ડિવિડયૂઅલ ઇન્વેસ્ટર્સ તરફથી ત્રણ ટ્રિલિયન ડોલર્સની બિડ મળી હતી. ૩૪.૫ અબજ ડોલર એકત્ર કરવા માગતી આ કંપનીના ઇશ્યૂને ત્રણ ટ્રિલિયન ડોલર્સની બિડ મળી છે અને પ્રથમ દિવસે જ નવ ગણાથી વધારે છલકાયો છે. આ આઈપીઓના કદની વાત કરીએ તો તેનું કદ ભારતના અને યુકેના જીડીપી કરતાં મોટું થઈ ગયું છે. આ સાથે એન્ટ આઈપીઓએ વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા આઈપીઓ બનવાનું બહુમાન પણ મેળવી લીધું છે.
આ અગાઉ સાઉદી અરામકોનો ૨૯.૪ અબજ ડોલરનો રેકોર્ડ હતો.
એન્ટ જૂથના આઈપીઓનું હોંગકોંગ અને શાંઘાઈ એમ બે શેરબજાર પર લિસ્ટિંગ થશે. એન્ટ જૂથ પાંચ નવેમ્બરથી ટ્રેડિંગ શરૂ કરવાની તૈયારી કરે છે. આ મહાકાય ફિનટેક કંપનીનું બજાર મૂલ્ય ૩૧૫ અબજ ડોલર અંકાયું છે.