જમ્મુ-કાશ્મીરના પૂંચમાં બુધવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. પૂંચના સાવજન વિસ્તારમાં એક મિની બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. તેમજ અન્ય ઘણાબધા લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામને મંડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ જમ્મુ-કાશ્મીરના મંડીથી સાવજન જઈ રહી હતી. આ દરમિયાન બસ ખીણમાં પડી ગઈ હતી.