વ્હોટ્સએપના સહ-સંસ્થાપક બ્રાયન એક્ટને ફેસબુક ડેટા વિવાદ પછી એક ટ્વિટ કર્યું છે કે હવે સમય આવી ગયો છે, ફેસબુકને ડિલીટ કરીએ. વાસ્તવમાં બ્રિટિશ ડેટા કંપની કેમ્બ્રિજ એનાલિટિકા સામે આરોપ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારને સમર્થન આપવા માટે પાંચ કરોડ ફેસબુક યુઝર્સના ડેટાની ચોરી કરી છે. તે પછી ટ્વિટર પર ડિલીટ ફેસબુક અભિયાન છેડાયું છે.