ઈટાલી, જર્મની અને ફ્રાન્સે તત્કાળ અસરથી કોરોના વિરોધી એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઈટાલીના મેડિસિન રેગ્યુલેટર્સે રસી લીધા બાદ લોકોમાં અત્યંત જોખમી બ્લડ ક્લોટ થતાં હોવાના રિપોર્ટસને પગલે આ રસી પર અગમચેતીના ભાગરૂપે હંગામી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફ્રાન્સ અને જર્મનીએ પણ અગમચેતીના ભાગરૂપે હાલ પુરતું એસ્ટ્રાઝેનેકા રસી આપવાનું બંધ કરી દીધું છે.
એસ્ટ્રાઝેનેકા રસીનો ઉપયોગ અટકાવવાનો નિર્ણય જાહેર કરતાં ઈટાલીના મેડિસિન રેગ્યુલેટર - એઆઇએફએ- દ્વારા જાહેરાત કરવામાં આવી કે, યુરોપના અન્ય દેશોએ લીધેલા નિર્ણયને ધ્યાનમા રાખીને અમે હાલ એસ્ટ્રાઝેનેકાનો ઉપયોગ અટકાવી દીધો છે.