ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોનાની વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલની તૈયારીઓ ચાલી રહી છે. દેશમાં ઝડપથી કોરોના વાયરસ મહામારી ફેલાઈ રહી છે અને તેને પગલે દુનિયાના અન્ય દેશોની જેમ ભારતમાં પણ રસી વિકસાવવા પર કામ ચાલી રહ્યું છે. દેશના ચિકિત્સા નિષ્ણાતોના મતે ભારતમાં વહેલી તકે રસી વિકસાવવામાં આવશે તો પણ ભારતની 60-70 ટકા વસ્તીના રસીકરણમાં ઓછામાં ઓછો બે વર્ષનો સમય લાગી શકે છે. ‘હર્ડ ઈમ્યુનિટી’ના અમલ માટે પણ દેશમાં 60-70 ટકા વસ્તીમાં રોગ પ્રતિકારકતા વધારવી જરૂરી છે.
કોવિડ 19 સંક્રમણને લઈને દિલ્હી સરકારની પેનલના સભ્ય મેક્સ હેલ્થકેરના ડોક્ટર સંદીપ બુદ્ધિરાજાએ જણાવ્યા મુજબ જો નિયત પ્રોટોકલ્સ મુજબ કામ ચાલે તો હર્ડ ઈમ્યુનિટી માટે 60-70 ટકા વસ્તીમાં રસીકરણ થવું જરૂરી છે. સપ્ટેમ્બર સુધીમાં કોરોનાની રસી બજારમાં ઉપલબ્ધ થશે તો પણ ભારતની 60થી 70 ટકા વસ્તીના રસીકરણમાં દોઢથી બે વર્ષ લાગી શકે છે.
ડો. બુદ્ધિરાજાના મતે દેશના લોકોએ કોરોના વાયરસ સાથે એવી રીતે જીવતા શીખવું પડશે જેવી રીતે આપણે ટીબી સહિતની અન્ય બીમારીઓ સાથે જીવી રહ્યા છીએ. મેડિકલ નિષ્ણાતોના મતે ભારતમાં સાર્વભૌમિક રસીકરણ એટલે કે દરેક વ્યક્તિને રસી આપવાનું પહેલેથી જ પડકારરૂપ રહ્યું છે.