દેશના ઉત્તરે આવેલા પહાડી અને મેદાની પ્રદેશમાં ચોમાસાએ વિધિવત્ વિદાય લેતાં શિયાળાનું આગમન થવા લાગ્યું છે. આ વર્ષે શિયાળાની મોસમની મુદત લાંબી રહેવાની સાથોસાથ કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. હવામાં ભેજના ઘટી રહેલા પ્રમાણ, સુકા સુસવાટા મારતા પવનો અને વાદળવિહોણા સાફ આકાશ વચ્ચે ઠંડીનું આગમન શરૂ થઈ ચૂક્યું છે. દિવસે સાધારણ ગરમી પડવા સાથે ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે. રાતનું તાપમાન ધીરે ધીરે ઘટી રહ્યું છે. હવામાન વિજ્ઞાનીઓનું માનવું છે કે ૧૫ ઓક્ટોબરથી દિવસના તાપમાનમાં પણ ઘટાડો થવા લાગશે.
વરિષ્ઠ હવામાન વિજ્ઞાની જી.પી.શર્માનું કહેવું છે કે હવાઓનું વલણ બદલાવા લાગ્યું છે. હવાનું નીચું દબાણ ધરાવતા રહેતા ઉત્તરના વિસ્તારોમાં હવે હવાનું દબાણ વધતાં સુસવાટા મારતા પવન ફૂંકાવા લાગ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં લા નિનાની સ્થિતિ બનેલી છે.