મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી ૬ મહિના સુધી માસ્ક પહેરવો ફરજિયાત રહેશે. ઠાકરેએ જણાવ્યું હતું કે, નિષ્ણાતો રાજ્યમાં ફરી લોકડાઉન અને નાઇટ કરફ્યૂ લાદવાની તરફેણ કરી રહ્યાં છે. પરંતુ હું આ પગલાંની તરફેણ કરતો નથી. રાજ્યમાં અત્યારે કોરોના મહામારી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકાયું નથી. જાહેર સ્થળોએ માસ્ક પહેરવાની આદત ઓછામાં ઓછા ૬ મહિના ચાલુ રહેવી જોઇએ. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર રવિવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના ૨૬,૬૨૪ નવા કેસ સામે આવ્યાં હતાં. જેની સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૦૦,૩૧,૨૨૩ ઉપર પહોંચી હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૧ દર્દીઓએ જીવ ગુમાવતાં અત્યાર સુધીમાં ૧,૪૫,૪૪૭ દર્દી કોરોનાની મહામારીમાં હોમાયાં છે.