ગત 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ અનેક પ્રકારની વાતો સામે આવી અને રાજનીતિ થવા લાગી. ત્યારે હવે આસામના CM હિમંત બિસ્વા સરમાએ તેને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે જોડતા કહ્યું કે, ભારત ફાઈનલ મેચ એટલા માટે હાર્યું કારણ કે, તે દિવસે ઈન્દિરા ગાંધીનો જન્મદિવસ હતો.