ગુજરાત ઈન્કમટેક્સ વિભાગ વેબસાઈટ લોંચ કરશે. આ વેબસાઈટનો લાભ ગુજરાતના 40 લાખ કરદાતાને થશે. આ વેબસાઈટમાં ઈન્કમટેક્સના અધિકારીઓ અને વિવિધ વિભાગો વિશે માહિતી હશે. રાજ્યમાં ઈન્કમટેક્સની 45 ઓફિસના એડ્રેસ પણ હશે. આ વેબસાઈટમાં રાજ્યમાં કાર્યરત 1136થી વધુ કર્મચારીના ફોન નંબર સાથેની ડિરેક્ટરી પણ હશે.