ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. ગુજરાતમાં 24 કલાકમાં કુલ 176 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 13 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. 50થી વધુ તાલુકામાં વરસ્યો 1થી 22 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના મોટાભાગના તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ છે. તો ગુજરાતમાં સિઝનનો 53 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. વરસાદના પગલે જળાશયોનું સરેરાશ જળસ્તર 53.43 ટકા થયુ છે. 43 જળાશયો એલર્ટ પર છે. રાજ્યમાં ખરીફ પાકનું 71.31 ટકા વાવેતર નોંધાયું છે