મીડિયા સમૂહ દૈનિક ભાસ્કરના દેશભરમાં ઠેકાણાઓ પર આજે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગના દરોડામાં 800થી વધુ આવકવેરા અધિકારીઓ અને પોલીસકર્મીઓ સામેલ છે. દૈનિક ભાસ્કરના મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાનના કાર્યાલયોમાં આવકવેરા વિભાગની ટીમો હાજર છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને રાજસ્થાન સહિત દેશના કેટલાક સ્થળો પર આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આવકવેરા વિભાગના 30થી વધુ અધિકારીઓ અને પોલીસકર્મીઓ આજે દૈનિક ભાસ્કરના જયપુર મુખ્યાલય પર પહોંચ્યા. રાજસ્થાનમાં આવકવેરા વિભાગનું આ કનેક્ટિંગ સર્ચ છે.