આવકવેરા વિભાગે કર્ણાટક સ્થિત રિયલ સ્ટેટ ડેવલોપર્સ સાથે જોઇન્ટ ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટ કરનારા કેટલાક લોકોના પરિસરોમાં દરોડા પાડીને ૧૩૦૦ કરોડ રૂપિયાથી વધુનું કાળું નાણું પકડી પાડયું છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
બેંગાલુરુ, મુંબઇ અને ગોવામાં ૫૦ પરિસરોમાં ૨૦ ઓક્ટોબર અને બીજી નવેમ્બરે દરોડા પાડવામાં આવ્યા હતાં. અત્યાર સુધીની તપાસમાં ૧૩૦૦ કરોડ રૂપિયાથી વધુનું કાળું નાણું પકડવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે ૨૪ કરોડ રૂપિયાથી વધુના સોનાના ઘરેણા અને રોક્ડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સીબીડીટી આવકવેરા વિભાગ માટે નીતિનું ઘડતર કરે છે.