નવેમ્બર મહિનાના અંતે તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. પરંતુ મતદાન પહેલા ED અને ઇન્કમટેક્સ દ્વારા તેલંગાણામાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં આજે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. મળેલા અહેવાલો મુજબ ઇન્કમટેક્સ વિભાગની ટીમ કુલ 15 સ્થળો પર દરોડા પાડી રહી છે.