આઇટી વિભાગ દ્વારા ઝારખંડમાં કોંગ્રેસના બે ધારાસભ્યોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન આશરે ૧૦૦ કરોડથી વધુની રકમની ગેરરીતી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે ધારાસભ્યોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા તેઓ ઝારખંડમાં આઇરન અને કોલસાના બિઝનેસ સાથે જોડાયેલા છે. આઇટી વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી દરોડા પાડવામાં આવી રહ્યા હતા.