કચ્છઃ ગાંધીધામમાં આઈટીના દરોડા પડ્યા છે. સોમવાર રાત્રિથી ચાર જ્વેલર્સને ત્યાં સર્ચ દરમ્યાન 3.51 કરોડના બેનામી વ્યવહાર સામે આવ્યા છે. આવકવેરા વિભાગે સોની નારણજીને ત્યાંથી 2.28 કરોડ, સોની રમેશલાલને ત્યાંથી 58 લાખ, સોની મોહનલાલ નારણલાલને ત્યાંથી 50 લાખ અને નારાયણ જ્વેલર્સને ત્યાંથી 15.50 લાખના બેનામી વ્યવહાર ઝડપ્યાં છે.