ITના દરોડાની કાયર્વાહી હજુ પણ ચાલી રહી છે. રાધે ગ્રુપ સામે આવકવેરા વિભાગના દરોડા હજુ પણ ચાલુ છે. દરોડા દરમિયાન કરોડોના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદ, મહેસાણા, રાધનપુરમાં તપાસ ચાલી રહી છે. ત્યાં અન્ય સિરામિક જૂથ સામે પણ તપાસ ચાલી રહી છે.
મોરબી પેપર મિલ અને બાંધકામ સાથે સંકળાયેલા જૂથ સામે IT વિભાગની તપાસ હજુ ચાલુ છે. અમદાવાદ, મહેસાણા, રાધનપુરમાં સતત બીજા દિવસે ITની તપાસ ચાલી રહી છે. IT વિભાગે 10થી વધુ સ્થળોએ તપાસ હાથ ધરી છે. IT વિભાગે રાધે ગ્રુપ અને સિરામિક ટાઈલ્સ ગ્રુપને ત્યાં દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ રાધે ગ્રુપના કરોડોના રોકાણના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.