ભારતીય વાયુ સેનાના પાયલટ અભિનંદન સાથે જોડાયેલા કેટલાક વીડિયોને માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુટ્યુબથી હટાવી દેવા માટેની માંગણી કરી હતી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, અમને ફરિયાદો મળી હતી કે વિંગ કમાન્ડર (અભિનંદન)ના અપમાનજનક વીડિયો પાકિસ્તાનની તરફથી યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા હતા. અમે YouTubeને નોટિસ મોકલી હતી અને તેમણે તેનું અનુપાલન કરતા અભિનંદનના 11 વીડિયો હટાવી દીધા હતા.