Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને દરેક પાર્ટી પોતાના ઉમેદવારોની યાદી જાહેર  કરી રહી છે ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાતમાં રાજકોટ, ગાંધીધામ , ભુજમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડા ફાઈનાન્સ બ્રોકર અને રીયલ એસ્ટેટના ધંધાર્થીઓને ત્યાં પાડવામાં આવ્યા છે. આ દરોડામાં 200થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો. 
મીઠાઈ, રિયલ એસ્ટેટ અને ફાઈનાન્સ સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપના ભુજ, ગાંધીધામ, અંજાર સહિતના 30થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે આજે સવારમાં જ કાર્યવાહી હાથ ધરી હતી. આવકવેરા વિભાગના દરોડાથી સમગ્ર રિયલ એસ્ટેટના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તેની સાથે જ ફાઈનાન્સ બ્રોકરોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં 30થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા ચાલી રહ્યા છે.  
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ