ભાજપ માને છે કે તે અનંતકાળ સુધી સત્તા ઉપર રહેશે અને કોંગ્રેસ ભૂંસાઈ જશે તેમ માનવું જ મૂળભૂત રીતે ખોટું છે. પોતાની બ્રિટન યાત્રાના છેલ્લા દિવસે અહીંના યેધમ-હાઉસ હાઉસમાં શ્રોતાજનો સમક્ષ સોમવારે સાંજે આપેલી એક મુલાકાતમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ તેવો પણ દાવો કર્યો હતો કે તેઓના ફોનમાં ઇઝરાયલ સોફટવેર પેગાસસ દાખલ કરી દેવાયું હતું. આ સાથે તેઓએ ભાજપ ઉપર આક્ષેપ કર્યો હતો કે તે વિરોધને દબાવી દેવા માગે છે.