ખેડૂત કાયદા સામે વિરોધ પ્રદર્શન કરી રહેલાં ખેડૂત સંગઠનોએ ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. તે દરમિયાન ખેડૂતોની ટ્રેક્ટર માર્ચને લઇને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનવાઇ આગામી ૨૦ જાન્યુઆરી સુધી ટળી ગઈ છે. જો કે સોમવારે સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે દિલ્હીમાં પ્રવેશનો સવાલ કાનૂન અને વ્યવસ્થાનો વિષય છે અને દિલ્હીમાં કોણ આવશે અને કોણ નહી આવે તે દિલ્હી પોલીસે જ નક્કી કરવાનું છે. નોંધનીય છે કે દિલ્હી પોલીસે ટ્રેક્ટર માર્ચને લઇને આ અરજી દાખલ કરી છે. પોલીસે કોર્ટને આ રેલી પર પ્રતિબંધ મૂકવાની અરજી કરી છે. દિલ્હી પોલીસે આના માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે તે કારણ જણાવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કેકે વેણુગોપાલનું કહેવું છે કે ખેડૂતોની ટ્રેક્ટર રેલી ગેરકાયદે હશે અને આ દરમિયાન દિલ્હીમાં ૫૦૦૦ લોકો પ્રવેશ કરે તેવી શક્યતા છે.