'ચીની વાઈરસ વુહાન લેબમાંથી આવ્યો હોવા અંગે પોતે હંમેશા સાચા જ હતા. હવે દરેક વ્યક્તિ ત્યાં સુધી કે કથિત શત્રુ પણ એમ કહેવા લાગ્યા છે કે પ્રમુખ ટ્રમ્પ સાચા જ હતા કે ચીની વાઈરસ વુહાન લેબમાંથી આવ્યો છે,' તેમ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. તેમણે 'લેબ લીક'ના કારણે થયેલા મોત અને નુકસાન માટે ચીન પર દંડ ફટકારવાની પણ માગ કરી હતી. દરમિયાન વૂહાન લેબ અંગે ટ્રમ્પના દાવાઓ વચ્ચે અમેરિકામાં નવેસરથી પ્રમુખપદની ચૂંટણીની અમેરિકનો માગણી કરી રહ્યા હોવાનો કેટલાક સૂત્રોએ દાવો કર્યો હતો. વધુમાં અમેરિકાની સંસ્થા દ્વારા વુહાન લેબને અપાયેલું ફંડિંગ પણ વિવાદમાં સપડાયું છે.