મુંબઈનાં આઝાદ મેદાનમાં સોમવારે ૨૧ જિલ્લાનાં ખેડૂતો હજારોની સંખ્યામાં ઊમટી પડયા હતા. દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન અને દેખાવો કરી રહેલા ખેડૂતોનાં સમર્થનમાં મહારાષ્ટ્રમાં નાસિક સહિત અનેક મોટા શહેરોમાંથી ખેડૂતોનો જનસેલાબ મુંબઈ આવ્યો હતો. એનસીપી નેતા શરદ પવાર તેમજ બાલાસાહેબ થોરાટ સહિત અનેક નેતાઓ પણ ખેડૂતોનાં ટેકામાં આઝાદ મેદાનમાં હાજર રહ્યા હતા. મહારાષ્ટ્રનાં ગવર્નર ભગતસિંહ કોશિયારીને આડે હાથ લેતા પવારે કહ્યું હતું કે, ગવર્નરને અભિનેત્રી કંગના રાણાવતને મળવાનો સમય છે પણ ખેડૂતોની ફરિયાદો અને રજૂઆતો સાંભળવા તેમની પાસે સમય નથી. કેન્દ્ર સરકારે કોઈ જાતની ચર્ચા કર્યા વિના કૃષિ કાયદા પાસ કરી દીધા છે. જે બંધારણની મજાક સમાન છે. જો બહુમતીનાં આધારે કાયદા પસાર કરવામાં આવે તો રોષે ભરાયેલા કિસાન તમને ખતમ કરી દેશે.