આપણી સંસ્કૃતિ છે કે આપણે એ બાબતની ખાતરી કરીએ કે કોઈપણ વ્યક્તિ ભૂખ્યા પેટે ના ઊંઘે તેમ સુપ્રીમ કોર્ટે મંગળવારે એક કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારે એ બાબત સુનિશ્ચિત કરવી જોઈએ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ છેવાડાની વ્યક્તિ સુધી અનાજ પહોંચે. આ સમયે સુપ્રીમ કેન્દ્રને ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટર્ડ પ્રવાસી અને અસંગઠિત ક્ષેત્રના મજૂરોની સંખ્યા સાથે એક નવો ચાર્ટ રજૂ કરવા માટે પણ કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા હતા.