'છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં છુપાયેલા કાળા નાણાં અંગે સરકારને કોઈ અંદાજ નથી. જોકે, ૨૦૧૫ દરમિયાન એક વખતની ત્રણ મહિનાની વિન્ડો હેઠળ કર અને દંડ સ્વરૂપે સરકારે રૂ. ૨,૪૭૬ કરોડ એકત્ર કર્યા હતા તેમ સરકારે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું. નાણામંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૫ સુધીમાં સરકારની ત્રણ મહિનાની યોજના પૂરી થતાં સુધીમાં ૬૪૮ કિસ્સામાં અંદાજે રૂ. ૪,૧૬૪ કરોડના મૂલ્યની વિદેશી અસ્કયામતો જાહેર કરાઈ હતી.