મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે બિલ્કિસ બાનો કેસ સાથે સંકળાયેલા દોષિતો મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. ફડણવીસે જણાવ્યું કે, જો દોષિતોને સન્માનિત કરવામાં આવ્યા છે તો તે યોગ્ય નથી અને આ પ્રકારના કૃત્યોનું કોઈ સ્પષ્ટીકરણ ન હોઈ શકે.
ફડણવીસે જણાવ્યું કે, 2002માં બનેલા બિલ્કિસ બાનો રેપ કેસના 11 દોષિતોને તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ ગુજરાત સરકારે માફી નીતિના આધાર પર મુક્ત કર્યા હતા. પરંતુ ક્રાઈમ સાથે સંકળાયેલા લોકોને સન્માનિત કરવા યોગ્ય નથી.