રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ-મુસ્લિમ એક્તાનું આહવાન કર્યું હતું, તેઓએ કહ્યું હતું કે હિન્દુ-મુસ્લિમ એક્તા માટે દેશમાં સંવાદ વધારવો પડશે. તેઓએ કહ્યું હતું કે દેશના ભાગવા પણ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વિખવાદોને કારણે જ થયા હતા. જે લોકો પાકિસ્તાન ગયા તેઓ પણ ખુશ નથી. આપણે જ્યારે સમરસતાની આ પ્રક્રિયામાં શક્તિવાન થઇને સંવાદ વધારીએ છીએ ત્યારે તેને ગંભીરતાથી લઇએ છીએ કેમ કે તેમાં કોઇ સ્વાર્થ નહીં પણ આત્મીયતા હોય છે.