વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. તેઓ સોમવારે (8 જુલાઈ) મોસ્કો પહોંચ્યા હતા જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારે આજે વડાપ્રધાન મોદી મોસ્કોમાં ભારતીય સમુદાયની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ રશિયામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે.
પડકારને પડકારવું મારા ડીએનએમાં છે. અમે અત્યાર સુધી જે વિકાસ કર્યો છે તે માત્ર ટ્રેલર છે. આગામી 10 વર્ષમાં સેમિકન્ડક્ટરથી મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજનથી ગ્રીન વ્હિકલ સુધીની ભારતની નવી ગતિ વિશ્વના વિકાસનું પ્રતીક બની રહેશે. વિશ્વ વિકાસનું પ્રકરણ લખશે. વૈશ્વિક સ્તરે 15 ટકા વિકાસમાં ભારતનો હિસ્સો છે. આવનારા સમયમાં વધુ વિસ્તરણ થવાની ખાતરી છે.