Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારીના કારણે દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે એક તરફ અખબારો વિતરણ સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યાં છે તો બીજી તરફ તેમનાં ઇ-પેપરની કોપી અને ડિજિટલ પાઇરસીના બનાવ પણ વધ્યા છે. તેના કારણે અખબારોને રેવન્યૂનું નુકસાન થઇ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીએ ચેતવણી આપી છે કે અખબારોનાં ઇ-પેપરમાંથી પાનાં ડાઉનલોડ કરીને તેમની PDF ફાઇલ વૉટ્સઍપ કે ટેલિગ્રામ ગ્રૂપમાં શૅર કરવી ગેરકાયદે છે. ઇ-પેપર કે તેના હિસ્સા કોપી કરીને સોશિયલ મીડિયા પર ગેરકાયદે રીતે શૅર કરનાર વ્યક્તિ સામે અખબાર કડક કાનૂની અને જંગી દંડની કાર્યવાહી કરી શકે છે.

ગ્રૂપના એડમિન જવાબદાર ઠરશે

કોઇ ગ્રૂપમાં આ રીતે અખબારની ઇ-કોપી ગેરકાયદે રીતે સરક્યુલેટ થવા બદલ જે-તે વૉટ્સઍપ કે ટેલિગ્રામ ગ્રૂપના એડમિન જવાબદાર ઠરશે. INSની સલાહ પર અખબાર જૂથ એવી ટેક્નિકનો પણ ઉપયોગ કરશે કે જેનાથી અખબારની PDF ફાઇલ ડાઉનલોડ કરી તેને સોશિયલ મીડિયા પર શૅર કરનાર વ્યક્તિની ઓળખ થઇ શકશે. દર અઠવાડિયે નિર્ધારિત સંખ્યાથી વધુ PDF ડાઉનલોડ કરનારા યુઝર્સ બ્લોક પણ થઇ શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ