ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં બે દિવસ ઠંડીથી રાહત વચ્ચે ફરી એક વખત કડકડતી ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં પવનની દિશા બદલાઈ જતા ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. રાજ્યમાં અનેક જગ્યાએ તાપમાન ફરી નીચું જશે અને કડકડતી ઠંડી પડશે.