માનવીના જીવનમાં સુખ અને દુઃખ સમાન રીતે ચાલે છે. ધરતી પર વસનાર માનવી પાસે સુખ પ્રાપ્ત કરવા માટે અઢળક તકો રહેલી છે. ઈશ્વરે જગતનું સર્જન કરીને કર્મ કરવા માટે અનેક દરવાજાઓ આપ્યા છે. કર્મના દરવાજા ખોલવા માટે તમને ચાવી કોઈ આપશે નહીં પણ તેની ચાવી તમારે જાતે જ શોધવા પડશે. માણસ જયારે સંકલ્પો કરીને નૈતિકતાથી કર્મ કરે છે ત્યારે સારા કાર્ય કરવાના આશિર્વાદ તે સતત મળતાં રહે છે.
નવા વર્ષના સૂર્યના કિરણો ધરતી પર પથરાઈ ચૂક્યા છે. નવું વરસ તો આવે અને જાય પણ જે માણસ સતત વિચારશીલ રહેતો હોય અને પોતાના કર્મમાં ગળાડૂબ રહે તો એના માટે દરરોજ નવું વર્ષ છે. સૂર્ય એ સંવેદનાનું મંદિર છે, પ્રકાશનું ધામ છે, સંવેદના અને પ્રેમનું બેલેન્સ હૃદયમાં વધે તો કાયમી બેસતું વર્ષ છે. વિક્રમ સવંત ૨૦૭૫ને સલામ કરીને વિદાય કરીએ અને વિક્રમ સવંત ૨૦૭૬ આંગણે આવી પહોંચ્યું છે તેને હર્ષથી વધાવીએ, જીવનને ઉજળું કરવા માટે મથતા રહીશું ત્યારે નવા વર્ષનો અર્થ સાર્થક થશે...
આકાશમાં તારાઓની સંખ્યા ગણવા બેસાય નહીં પરંતુ આકાશ પાસે વિશાળ દિલ છે. એથી જ તે અસંખ્ય તારાઓને પ્રેમથી રાખે છે, તેનું પોષણ કરે છે. આકાશને તારાઓ પાસે સગવડિયો સંબંધ નથી. સંબંધની મીઠાશનો પ્રસાદ તો આજીવન ચાલવો જોઈએ. સંબંધમાં મીઠાશ હોય ત્યારે જીવનમાં હરખના છોડ ઉગે છે. સંવેદનાનો દીપ બુઝાઈ જાય ત્યારે સંબંધના છોડ કરમાઈ જતા વાર લાગતી નથી. જીવનમાં સંવેદનાનું ભંડોળ કાયમી માટે હોય અને પ્રેમનો પ્યાલો છલકાતો હોય તો સાચ્ચે જ માણસ માટે પ્રત્યેક દિવસ નવું વર્ષ છે.
સગવડિયા સંબંધ બાંધીને ખોટી રીતે ગાલ પર સ્મિત લાવવાનો કોઈ ફાયદો નથી. સંબંધની ભીનાશ તો બારેમાસ ખળખળ નદી જેમ વહેવી જોઈએ. બાકી એક દિવસ માટે નાચી-કૂદીને ખુશ થવા કરતા જિંદગીભર શરીરનાં લોહીમાં પ્રેમના બીજની વાવણી કરીને ખુશ થવામાં કોઈ ખોટ જવાની નથી.
જેમ પહાડ પરથી કુદતા -ઉછળતા ઝરણાને પોતાનાનું સૌંદર્યની હોય છે તેવી રીતે માણસ પણ જીવનની સુંદરતા પ્રાપ્ત કરી શકે છે. જીવનને રસ પ્રમાણે ગતિ દેવા માટે નિર્ણય શક્તિ જોઈએ. વર્ષ ૧૯૮૦માં ‘પિયા કા ઘર’ નામની ફિલ્મ આવી હતી તેમાં આનંદ બક્ષી સાહેબે એક ગીત લખ્યું હતું તેના શબ્દો દરેક માનવી માટે ઉપયોગી થાય તેમ છે.
ये जीवन है, इस जीवन का
यही है, यही है, यही है रंगरूप
थोड़े ग़म हैं, थोड़ी खुशियाँ
यही है, यही है, यही है छाँव धूप
ये ना सोचो, इसमें अपनी, हार है के जीत है
उसे अपना लो जो भी, जीवन की रीत है
ये जिद छोड़ो, यूं ना तोड़ो, हर पल इक दर्पण है
ये जीवन है, इस जीवन का.. धन से ना दुनिया से, घर से ना द्वार से
साँसों की डोर बंधी है, प्रीतम के प्यार से
दुनिया छूटे, पर ना टूटे, ये कैसा बंधन है
ये जीवन है, इस जीवन का...
જીવનએ સુફિયાણી વાતોથી ભરેલું હોતું નથી તેનો સંબંધ વાસ્તવિકતા સાથે છે. બાકી જીવનમાં ત્રણ સો પાંસઠ દિવસો જતા વાર લાગતી નથી અને આવતા પણ વાર લાગતી નથી. પીડાએ કોઈ જીવનને નિરાશામાં ડૂબાડી દે એવું કોઈ તીર નથી પણ તે ગમે તેવી પરીસ્થિતિમાં ટકી રહે માટેની સોનેરી તક પૂરી પાડે છે, 21મી સદીનાં સમયમાં બેઠા-બેઠા સપનાં જોશો તો પુરા થવાના નથી પરંતુ જોયેલા સપના જાતે પુરા કરવા માટે મજબૂત સંકલ્પબળ સાથે અથાગ પરિશ્રમ કરવો પડશે .
‘પ્રેમ રંગ-રસ ઓઢ્ ચુંદરિયા’ નામના પુસ્તકમાં ઓશો રજનીશે પોતાના શબ્દની જ્યોતિ વહેવડાવતા કહે છે - ‘માણસજાત હોશમાં આવ, સમજ કેળવ, ને પરમાત્માએ જન્મ સાથે થોડી રોશની આપી છે. જે મૃત્યુ પછી ક્યાં ચાલી જશે એ ખબર પણ નહીં પડે પ્રકાશીત દીવડાંનો ઉપયોગ કરવો હોય તો શાશ્વતની તલાશ કરો. સત્યની ખોજ કરો. જીવનને નવો આયામ આપવા માટે પંડિતો પાસે જવાની જરૂર નથી. પંડિત અને માણસ વચ્ચે કોઈ ફરક નથી, કોઈ અંતર નથી. પંડિત થોડું વધારે જાણે છે અને આપણે થોડું ઓછું જાણીએ છીએ. માણસ પોતાનો કલ્યાણકારી ઈશ્વર છે. રજનીશ ઓશોનો કહેવાનો અર્થ એટલો છે કે જીવનને બરાબર ઓળખો. તમે તમારા જીવનના પંડિત છો, હૃદયનાં દિવાને પ્રગટાવવા માટે કોઈ ગુરુની જરૂર નથી, સમયની લગામ કોઈ રાજા કે નવાબનાં હાથમાં રહેવાની નથી. મહેનત કરવાની શક્તિ સુખના દરવાજા તરફ લઇ જાય છે. જીવનને ચાહવા માટે ઉમ્મીદોનું સર્જન કરવું પડે છે. સડેલાં લાકડાંની કોઈ કિંમત પૂછતું નથી તેવી રીતે સપના વગર જીવશો અને બીજા હાથમાં જીવનની લગામ આપશો તો ગુલામીની ઝાળમાં ફસાઈ જવામાં બહું સમય લાગશે નહીં. નવા વર્ષ સાથે જીવનમાં નવું શું સર્જન કરીશું તે મહત્ત્વનું છે.
શાયર પરવીન શાકિર બહુ જ ઓછું જીવ્યા પણ પાકિસ્તાન અને હિન્દુસ્તાનનાં ગઝલ પ્રેમીઓને ખૂબ સારી ગઝલો ભેટમાં આપીને ગયા. ‘કદમો મે ભી થકાન થી, ઘર ભી કરીબ થા, પર ક્યા કરે કિ અબ કે સફર હી અજીબ થા’ જીવનનો કોઈ મુકામ હોય છે. મુકામ સુધી પહોંચવા માટે ક્ષિતિજનો પેલે પાર જવા માટેની મજબૂત નિર્ધાર કરવો પડે છે. દુઃખની ધૂળ તો માણસનાં જીવનમાં હંમેશા ઊડતી રહેવાની છે. તે ધૂળ શરીરને વળગી જાય તો ખંખેરીને સતત રસ્તો નહીં જડે તો કરી જવાના છીએ એવી રીતે સૂઝ કેળવવાની છે. અમૃત ઘાયલની એક રચના:
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના?
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિન્ધુ તરી જવાના!
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના?
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!
છો ને ફર્યા, નથી કંઈ દી'થી ડરી જવાના!
એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના!
મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!
એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે,
હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના!
સ્વયં વિકાસ છીંએ, સ્વયં વિનાશ છીંએ!
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!
સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીંએ!
દીપક નથી અમે કૈં ઠાર્યા ઠરી જવાના!
અય કાળ, કંઈ નથી ભય, તું થાય તે કરી લે,
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના.
નવા વર્ષનો પૈગામ માત્ર એટલો જ છે કે નકામું છે તેને ત્યાગી દો, નવાને ગ્રહણ કરો. જીવન કોઈ કેદખાનું નથી કે બે પૂઠાં વચ્ચેની નવલકથા નથી. પરંતુ એ અવિરત ચાલતી યાત્રા છે.
ઉછીનાં પ્રકાશનાં આધારે જીવન જીવવું નકામું છે. બીજા પર મદાર રાખીને જીવવું એ તો અજ્ઞાનીનું કામ છે. આત્મ-નિર્ભરતાથી જીવનની કુંડળીને રંગી નાખવાથી સ્વનિર્ભર બની શકાય છે. ‘માણસની ચેતના એ જીવન છે. પોતે શું છે તેવો પ્રશ્ન દિમાગમાં ઉઠે તે ચેતના છે. હૃદયમાં પડેલી ચેતનાને જાણશો ત્યારે જીવનની વાસ્તવિકતા સમજી શકશો. આશરે 2500 વર્ષ પહેલા બુધ્ધ ભગવાને માણસજાતને વિચાર મગ્ન કરી નાખે તેવી બાબત કહી છે. તે માણસજાતને અનુસરણ કરવા જેવી છે. ભગવાન બુધ્ધ જીવન વિશે કિશોરલાલ મશરૂવાલાએ ઉપયોગી પુસ્તક લખ્યું છે. ભગવાન બુધ્ધે કહ્યું છે કે-
જે લોકોને હું જે કાંઈ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં,
તમારી પૂર્વપરંપરાને અનુસરી છે એમ જાણી ખરું માનશો નહીં.
આવું હશે એમ ધારીને ખરું માનશો નહીં.
તર્ક સિધ્ધ છે એમ જાણીને ખરું માનશો નહીં.
લૌકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.
ન્યાય છે એમ જાણી ખરું માનશો નહીં.
તમારી શ્રધ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહીં.
હું પ્રસિધ્ધ સાધુ છું, પૂજ્ય છું એવું જાણીને ખરું માનશો નહીં.
પણ તમારી પોતાની વિવેક બુધ્ધીથી મારો ઉપદેશ
ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો.
કોઈ વાતને અનુસરવાનો ગળામાં ફંદો નાખ્યા પહેલા જાતને પૂછવું જોઈએ. ભગવાન બુધ્ધનાં સંદેશાનો સારાંશ માત્ર આટલો છે. આત્માનો પવિત્ર અવાજ સાંભળો. ભગવાન બુધ્ધ જીવન કઈ દિશામાં વિકસાવવું છે તેના પર મનન કરીને જીવવાની વાત કરે છે.
જીવનનો ઉત્સવ આંગણે આવીને ઊભો છે. ખુશીનું ઝરણું જીવનમાં પ્રવેશવાની તૈયારીમાં છે. જગતનું સૌંદર્ય તિલક કરવા માટે તલપાપડ છે. ઈશ્વરને માણસ જ પ્રિય છે. પરંતુ માણસ મટીને માનવીય કહેવાય ત્યારે ઈશ્વરને તે વધારે વ્હાલો લાગે છે. સારા કાર્યો અને સચ્ચાઈનો માર્ગ એના માટે જીવન હરક્ષણ બેસતું વર્ષ છે.