રાજકોટમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગે (Income Tax Department) દરોડા પાડ્યા છે. IT વિભાગે (IT Raid) જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આશરે દોઢ ડઝનથી પણ વધુ સ્થળોએ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. વહેલી સવારે સાત વાગ્યાથી જ અલગ અલગ ટુકડીઓ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યુ છે. આવકવેરા વિભાગની 20 ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે