ઉત્તર પ્રદેશમાં મહિને માત્ર 15 હજાર રૂપિયાનો પગાર મેળવનારા સેનિટેશન વર્કરને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ૩૩.૮૮ કરોડ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે એક વર્કર તો માત્ર ૮૫૦૦ જ કમાય છે તેને પણ ૩.૮૭ કરોડ રૂપિયાની નોટિસ અને ત્રીજાને ૭.૭૯ કરોડની નોટિસ મોકલવામાં આવી હતી, જેને પગલે આ મજૂરો આશ્ચર્યમાં મુકાયા હતા અને સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.