છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પ્રેમ લગ્નના કરૂણ અંજામનો સિલસિલો ચાલી રહ્યો છે. અમદાવાદના માંડલ પાસે આવેલા વરમોર ગામે રાજપુત યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર દલિત યુવકની હત્યા થઈ અને ત્યારબાદ રાજ્યમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને સામાજિક માહોલ ગરમાયો. બે દિવસ અગાઉ દાંતીવાડાના 12 ગામના ઠાકોર સમાજે એક બંધારણ બનાવ્યું અને જાહેરાત કરી કે આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દિકરા-દીકરીના પિતાએ દંડ ભરવો પડશે. આ તમામ ઉકળાટ વચ્ચે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગુરૂવારે સવારે એક ફેસબુકમાં એક પોસ્ટ મૂકી છે. મેવાણીએ આ પોસ્ટમાં લખ્યું કે જે પ્રેમ ન કરી શકે તે ક્રાંતિ ન કરી શકે અને અપીલ કરી કે આપણે આંતરજ્ઞાતિય લગ્ન કરવા જ અને એ બાબતે જે કઈ પણ મદદ જોઈએ મારો અથવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો સંપર્ક કરવો.