ભારતીય શૂટર મનુ ભાકર, યશસ્વિની દેસવાલ અને શ્રીનિવેતાએ આઈએસએસએફ વિશ્વ કપ શૂટિંગના ત્રીજા દિવસે રવિવારે મહિલા 10 મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. ભારતે ફાઇનલમાં પોલેન્ડને 16-8થી પરાજય આપ્યો હતો.
બીજીતરફ એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, દીપક કુમાર અને પંકજ કુમારની ભારતીય એર રાઇફલ પુરૂષ ટીમે સિલ્વર મેડલ જીત્યો. ભારતીય ટીમે ગોલ્ડ મેડલ માટે મુકાબલામાં 14 પોઈન્ટ બનાવ્યા અને તે લુકાસ કોજેનીસ્કી, વિલિયમ સૈનર અને ટિમોથી શેરીની અમેરિકી ટીમ બાદ બીજા સ્થાને રહી હતી. અમેરિકી ટીમે 16 પોઈન્ટ બનાવ્યા હતા.