ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) ૨૦૨૩ની ૨૬,માર્ચ, રવિવારે સવારે ૯:૦૦ વાગે ફરી એક વખત એક સાથે ૩૬ સેટેલાઇટ્સ અંતરીક્ષમાં તરતા મૂકશે. ઇસરો તેના શ્રીહરિકોટા અવકાશમથકના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ વહિકલ માર્ક - ૩ દ્વારા આ તમામ ૩૬ સેટેલાઇટ્સ બ્રિટનની ગ્લોબલ કમ્યુનિકેશન નેટવર્ક વન વેબ કંપની માટે તરતા મૂકશે.