ઈસરોએ ગુરુવારે વહેલી સવારે તેમના અંતરિક્ષ કેન્દ્રથી પીએસએલવી- સી 41 લોન્ચિંગ વ્હિકલ દ્વારા IRNSS-1I સેટેલાઈટનું સફળ લોન્ચિંગ કર્યું. આ નેવીગેશન સેટેલાઈટનું વજન 1,425 કિલો છે. આ સેટેલાઈટનો ઉપયોગ મેપ તૈયાર કરવા, સાચો સમય બતાવવા, સમુદ્રમાં દિશા બતાવવા, માછીમારોને વધારે માછલીવાળી જગ્યા બતાવવા અને સૈન્ય ક્ષેત્રમાં મદદ કરશે.