ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને(ઇસરો) તેના ચંદ્રયાન-૩ મિશનના રોકેટ એન્જિનનું ટેકનિકલ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે.આ પરીક્ષણ સીઇ-૨૦ ક્રાયોજેનિક એન્જિનના હોટ ટેસ્ટ કહેવાય છે. આ જ ક્રાયોજેનિક એન્જિનની મદદથી ચંદ્રયાન-૩ ના લોન્ચ વેહિકલ(સેટેલાઇટ જે રોકેટની મદદથી અંતરીક્ષમાં તરતો મૂકાય તેને લોન્ચ વેહિકલ કહેવાય છે)ના ઉપરના હિસ્સાને આગળ ધકેલવામાં મદદ મળે છે. શક્તિ મળે છે.